આંતરરાષ્ટ્રીય વન્ડે ક્રિકેટમા રોહિત
શર્માએ ત્રણ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
શ્રી લંકા સામે રમાયેલ બીજી વન્ડે
મેચમાં રોહિત શર્માએ અણનમ 208 રન ફટકાર્યા
*રોહિત શર્મા
વન્ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી(200 રન) ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન
બનવાની સિધ્ધિ હાંસલ કરી
*આંતરરાષ્ટ્રીય
વન્ડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર (264 રન) પણ રોહિત શર્માના નામે છે
*અત્યાર સુધી
વન્ડે ક્રિકેટમાં કુલ સાત બેવડી સદી નોંધાઇ છે જેમાંથી પાંચ બેવડી સદી ભારતીય
બેટ્સમેનો દ્રારા ફટકારવામાં આવી છે
*વન્ડે
ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી 2010મા સચિન ટેન્ડુલકર દ્રારા ફટકારવામાં આવી હતી.
નોંધ- વન્ડે ક્રિકેટમાં પુરૂષ
ક્રિકેટરો દ્રારા બેવડી સદી ફટકારવાની શરૂઆત છેક 2010મા થઇ હતી....જોકે અચરજની વાત
એ છે કે પુરૂષ ક્રિકેટર દ્રારા બેવડી સદી ફટકારાઇ એના 13 વર્ષ અગાઉ એટલેકે 1997મા
ભારતમાં યોજાયેલ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટેલિયાની મહિલા ખેલાડી બેલિન્ડા
ક્લાર્ક દ્રારા બેવડી સદી(229 રન) ફરકાવવામાં આવી હતી😱
*આંતરરાષ્ટ્રીય
પુરૂષ વન્ડે ક્રિકેટમાં ફટકારાયેલી સાત બેવડી સદીઓ
*સચીન ટેન્ડુલકર(ભારત)
-200 રન નોટ આઉટ
(વર્ષ-2010)
*વિરેન્દ્ર સહેવાગ (ભારત)
-219 રન
(વર્ષ-2011)
*રોહિત શર્મા (ભારત)
-209 રન
(વર્ષ-2013)
*રોહિત શર્મા (ભારત)
-264 રન
(વર્ષ-2014)
*ક્રિસ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ)
-215 રન
(વર્ષ-2015)
*માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ)
-237 રન નોટ આઉટ
(વર્ષ-2015)
*રોહિત શર્મા (ભારત)
-208 રન નોટઆઉટ
(વર્ષ-2017)