Pages

Thursday, March 1, 2018

મિશન તલાટી મિશન કોન્સ્ટેબલ




101.સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો?    Ans: મૂળરાજ સોલંકી

102.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?    Ans: નૌલખા મહેલ

103.દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?    Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

104.ગાંધીજીએ સર્વોદયપુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું?    Ans: અન ટુ ધી લાસ્ટ

105.શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ?    Ans: જૂનાગઢ

106.ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે?    Ans: રેતીયા પથ્થર

107.ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?    Ans: વડોદરા

108.ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?    Ans: પોરબંદર

109.ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ?    Ans: સાયન્સ સીટી-અમદાવાદ

110.સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો.    Ans: બુદ્ધિપ્રકાશ

111.વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું છે ?    Ans: ગંગાસતી

112.૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.    Ans: નૌલખા પેલેસ

113.ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?    Ans: નાઘેર

114.કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?    Ans: લેલાં

115.પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં?    Ans: નાનાભાઈ હરિદાસ

116.નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે ?    Ans: ચંદ્રકાન્ત બક્ષી

117.પ્રથમ મહિલા યુનિવર્સિટીનાં સ્થાપક કોણ હતા?    Ans: વિઠ્ઠલદાસ ઠાકરસી

118.ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?    Ans: થરાદ

119.એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?    Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

120.હસનપીરની દરગાહ કયાં આવેલી છે ?    Ans: દેલમાલ

121.કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ?    Ans: ફલોરસ્પાર

122.સંગીત કલાધરનામે મહાગ્રંથ કોણે રચેલો છે?    Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક

123.આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?    Ans: ડાંગ

124

રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?    Ans: નરસિંહ મહેતા

125.ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?    Ans: ઉધના

126.દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?    Ans: નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો

127.કાકાસાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદઅને રખડવાનો આનંદગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.    Ans: લલિત નિબંધ

128.ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ?    Ans: આવાણિયા

129.દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?    Ans: ત્રણ

130.અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?    Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
131.કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. મધુકર મહેતા

132.ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ?    Ans: ચામુંડા માતા

133.લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર

134.સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં?    Ans: ચારૂમતી યોદ્ધા

135.કયા સંતે પોતાની આખી જદગી રકતપિત્તનાં દર્દીઓની સેવામાં વીતાવી?    Ans: સંત અમરદેવી દાસ

136.ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

137.ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?    Ans: અક્ષરધામ મંદિર, ગાંધીનગર

138.‘હરિનો મારગ છે શૂરોનો, નહીં કાયરનું કામ જોને’ – આ પદની રના કરનાર કોણ છે ?    Ans: કવિ પ્રીતમ
139.પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યાકહી છે ?    Ans: નર્મદા

140.અમદાવાદમાં આવેલી અભયઘાટસમાધિ કોની છે?    Ans: મોરારજી દેસાઈ

141.સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?    Ans: સરસ્વતી

142.‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ?    Ans: નરસિંહરાવ દિવેટિયા

143.ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે ?    Ans: દક્ષિણ ગુજરાત

144.કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે?    Ans: અંજાર

145.‘જનનીની જોડ સખી નહ જડે રે લોલના રયચિતા કોણ છે?    Ans: દામોદર બોટાદકર

146.હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ?    Ans: હરિજન બંધુ (ગુજરાતી)

147.વડોદરા શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?    Ans: વિશ્વામિત્રી

148.ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર આદિવાસી પટ્ટાતરીકે ઓળખાય છે?    Ans: નિષાદ

149.જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો.    Ans: લાખોટા મહેલ

150.ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ફાર્બસ વિરહના રચયિતા કોણ છે ?    Ans: કવિ દલપતરામ
151.‘સાસુ વહુની લડાઇસામાજિક નવલકથાના લેખક કોણ છે?    Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ

152.સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિ કાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું?    Ans: હેમચંદ્રાચાર્ય

153.સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?    Ans: જયશંકર સુંદરી

154.સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું?    Ans: ફરદુનજી મર્ઝબાન

155.રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?    Ans: બાળ સાહિત્ય

156.ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

157.કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે?    Ans: થરપારકરનું રણ

158.છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?    Ans: દુર્ગારામ મહેતા

159.ટેકસટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા અટીરાની સ્થાપના કોણે સાથે મળીને કરી હતી?    Ans: ડૉ. વિક્રમ સારાભાઇ, કસ્તુરભાઇ લાલભાઇ અને શાંતિસ્વરૂપ ભટનાગર

160.‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું?    Ans: વેણીભાઇ પુરોહિત

161.સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ?    Ans: ભરૂચ

162.આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે?    Ans: સ્વયંવર

163.સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સ્વામીએ દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો ?    Ans: બ્રહ્માનંદ સ્વામી

164.‘પેન્સિલ કલર અને મીણબત્તીનાટકના લેખક કોણ છે?    Ans: આદિલ મન્સુરી

165.ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?    Ans: મહિપતરામ રૂપરામ

166.ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?    Ans: સાપુતારા

167.રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે?    Ans: સરવસણી (જિ. ખેડા)

168.કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું?    Ans: ડાકોર

169.વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે?    Ans: શામળાજી

170.ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?    Ans: પરબ
171.ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?    Ans: સીદી

172.ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા?    Ans: કનૈયાલાલ મુનશી

173.હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે?    Ans: હોડકા

174.ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતાકોણ ગણાય છે ?    Ans: કવિ ભાલણ

175.વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?    Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

176.એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?    Ans: ડૉ. જીવરાજ મહેતા

177.દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે?    Ans: જગન્નાથ મંદિર

178.ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?    Ans: ભેંસ

179.પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?    Ans: ઓખાહરણ

180.રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે?    Ans: જામ રણજીતસહિંજી

181.ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?    Ans: ઠાકોર

182.રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્નકહી છે?    Ans: જેમ્સ ફર્ગ્યુસન

183.સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે?    Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

184.કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

185.ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?    Ans: અમદાવાદ

186.સરદાર વલ્લભભાઇ પટેલના વતનનું નામ જણાવો.    Ans: કરમસદ

187.બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?    Ans: બગદાણા

188.હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું?    Ans: નવજીવન

189.પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો.    Ans: લકુલેશજી

190.ગુજરાતનું કયું સ્થળ અજરખનામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે?    Ans: કચ્છ

191.કોયલકુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: ખરાડિયો

192.પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

193.ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી?    Ans: ૩૮૫ કિ.મી.

194.આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો?    Ans: દ્વારકા

195.ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?    Ans: અમદાવાદ

196.ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે?    Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

197.ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે?    Ans: કર્કવૃત્ત

198.આજવા ડેમ કોણે બનાવ્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

199.રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે?    Ans: ટોડલિયા

200.કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા કુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી?    Ans: માધવસિંહ સોલંકી