રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
29-04-2016
ચલન ભરવાની મુદ્દત તારીખ 04.05.2016 સુધી અને અરજી કરવાની મુદ્દત તારીખ 07.05.2016 સુધી કરવામાં આવેલ છે.
25-04-2016
SEBC ઉમેદવારો માટે: જે ઉમેદવારોએ TAT પરીક્ષા સમયે SEBC કેટેગરી દર્શાવેલ હોય અને હાલ નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ ધરાવતા નથી, તે ઉમેદવારો ચલન માં TAT નંબર આગળ 'S' દર્શાવીને જનરલ કેટેગરીમાં બેંકમાં ચલન ભરી અરજી કરી શકશે.
12-04-2016
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૧નાં જાહેરનામાંથી લેવાયેલ TAT પરીક્ષા જે વર્ષ ૨૦૧૧ તથા ૨૦૧૨ માં લેવાયેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૪નાં જાહેરનામાથી વર્ષ ૨૦૧૪માં લેવાયેલ TAT પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારો પ્રસ્તુત ભરતી પ્રક્રિયામા અરજી કરી શકશે.
શિ.વિ.ના તા.૨૩/૨/૨૦૧૬નાં જાહેરનામા મુજબ એક થી વધારે વખત TAT પાસ કરેલ ઉમેદવારોએ પોતે પસંદ કરે તે એક જ માર્કશીટ રજુ કરવાની રહેશે. જે ધ્યાને લઇ તેઓનું નિયમોનુસાર ગુંણાકન કરવામાં આવશે. (એક થી વધુ વખત TAT પરીક્ષા આપેલ હોય તો Average માર્કસ ધ્યાને લેવાની જોગવાઇ રદ કરવામાં આવેલ છે.)
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ અરજી કરવા લાયક ગણાશે નહિ.
SEBC ઉમેદવારો માટે: નોન ક્રીમીલીયર (પરિશિષ્ટ - ૪) પ્રમાણપત્ર તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ના સમયગાળાની આવકને ધ્યાને લઇ તા.૦૧/૦૪/૨૦૧૬ કે ત્યારબાદ મેળવેલું હોવું જોઇએ. આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારનો સમાવેશ જનરલ કેટેગરીમાં કરવામાં આવશે, તેવા ઉમેદવારોએ બિન અનામત માટેની નિયત ફી ભરવાની રહેશે.
જે ઉમેદવારોએ 32925690892 એકાઉન્ટ નંબર દર્શાવતું ચલન પ્રિન્ટ કર્યું હોય તેવા ઉમેદવારોએ 32924253070 એકાઉન્ટ નંબર દર્શાવતું ચલન પ્રિન્ટ ચલનની નકલ લઈને નિયત ફી ભરવી. જે ઉમેદવારોએ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક માટે અલગ-અલગ નિયત થયેલ ચલન ફી ભરેલ છે તેમને પુનઃ ભરવાની રહેતી નથી